તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશથી વહાણમાં સલાયા બંદરે આવેલા 15 ખલાસીની તપાસ, ચિંતાજનક ન લાગતા હાશકારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનથી પ્રસરેલા કોરોના વાયરસના ભયથી વિદેશમાં વસવાટ કરતા ભારતીય નાગરીક પરત ફરી રહ્યા છે.ત્યારે દ્વારકા જિલ્લાના વિદેશમાં વસાવટ કરતા માછીમારી પણ પરત ફરી રહ્યા છે.વિદેશથી આવતા લોકોની તંત્ર દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે.આરોગ્ય તંત્ર પણ એલર્ટ થય ગયું છે.સલાયા બંદરે વિદેશથી આવેલ વહાણમાં 15 જેટલા ખલાસીઓનું ખાસ મેડીક ચેકઅપ તેમજ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.જો કે,ચિંતાજનક ન લાગતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

દ્વારકા જિલ્લાનાં સ્થાનિકો છે તે વિદેશમાંથી પરત થઇ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ખાસ ચેકિંગ અને સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.સલાયા બંદર અને ઓખા બંદર પર વહાણો વિદેશથી આવતા હોય કોરોના વાયરસના સંદર્ભમાં સાવચેતીના પગલારૂપે વિદેશથી આવનારા ખલાસીઓનું સ્કીનિંગ તથા તપાસણી માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ટીમો દ્વારા ચેકીંગ ની વ્યવસ્થા કરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.યમન દેશથી 15 ખલાસીઓ સાથે એક વહાણ સલાયા આવતા આરોગ્ય વિભાગની ટિમ સ્કીનિંગ કરવા તથા ચેકિંગ કરવા માટે સલાયા પહોંચી ગઈ હતી. વહાણમાંથી ઉતરવાની સાથેજ તમામનું ચેકીંગ થયું હતું.જો કે કોઈને શંકાસ્પદ લક્ષણો કે આ બીમારી મળી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલારનો સૌથી લાંબો દરિયા કાંઠો ધરાવતા દ્વારકા પંથકમાં બહોળી સંખ્યામાં લોકો માછીમારીના વ્યવસાય અર્થે દરિયો ખેડે છે ત્યારે તંત્ર પણ સતર્ક બની બહારથી આવતા તમામની ચકાસણી કરે છે.

વિદેશની સફર કરી 15 ખલાસીઓ સલાયા પરત ફર્યા છે.જે તમામને 14 દિવસ સુધી ઘરની બહાર ન નિકળવા સુચના આપી છે.તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ તમામને દરરોજ મેડીકલ ચેકઅપ કરવામાં આવશે.અને જરૂર પડ્યે હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...