મૂળ જામનગરના ઇલેશ વોરા, ડો.અશોક જોષીની હાઇકોર્ટના જજ તરીકે નિમણૂંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રિમ કોર્ટની કોલેજીયમની મીટીંગ તા.12 ફેબ્રુઆરીના મળી હતી.જેમાં જયુડીશરીમાં ફરજ બજાવતાં કુલ ચાર જજોને હાઇકોર્ટના જસ્ટીસ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં મૂળ જામનગરના વતની ઇલેશભાઇ જશવંતરાય વોરા અને ડો.અશોકકુમાર સી.જોષીનો સમાવેશ થાય છે.

જામનગરમાં વકીલાત કરનાર ઇલેશભાઇ હાલમાં સુપ્રિમ કોર્ટના જયુડીશ્યલ ઓફીસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જયારે ડો.અશોક જોષી કે જેમણે શહેરમાં વકીલાત કરી હતી તેઓ હાલ ડીસ્ટ્રીકટ જજ તરીકે ફરજ બજાવી રહયા છે.

સુપ્રિમકોર્ટ દ્વારા કુલ ચાર જજને બઢતી આપવામાં આવી
અન્ય સમાચારો પણ છે...