ખોજા બેરાજાની વાડીમાં જુગાર રમતા આઠ પત્તાંપ્રેમી ઝડપાયા

Jamnagar News - eight litterateurs were arrested by playing gambling in khaja barajna village 063517

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામની સીમમાં એક વાડીના મકાનમાં એલસીબી પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સને પકડી પાડી રૂ.3.02 લાખની રોકડ અને બે કાર સહિત રૂ. 9.52 લાખની માલમતા કબજે કરી હતી. આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જામનગર એલસીબી ટીમને ખોજાબેરાજા ગામની સીમમાં વાડીના મકાનમાં જુગારનો અખાડો ચલાવાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જેમાં વાડીધારક માલદે મોઢવાડીયા ઉપરાંત રમેશ ઉર્ફે ઉપેન્દ્ર બચુભાઇ કરંગીયા, જીવરાજ જગાભાઇ નંદાણીયા, રામજી વિજસુરભાઇ ઘોડા,દિપક ઉર્ફે ભુરો લખમણભાઇ વરૂ, વિમલ મહેશભાઇ નાખવા,જેસા લાખાભાઇ નંદાણીયા અને વિરમ ખીમજીભાઇ ધનાણીને પકડી પાડી તમામના કબજામાંથી રૂ.3,02,000ની રોકડ રકમ ઉપરાંત બે કાર સહિત રૂ.9,52,000નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

X
Jamnagar News - eight litterateurs were arrested by playing gambling in khaja barajna village 063517
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી