તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત-વડોદરા બોગસ બિલિંગ કૌભાંડમાં દ્વારકાની પેઢીનું નામ ખુલ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત અને વડોદરામાં વેટ વિભાગે પકડી પાડેલા બોગસ બીલીંલ કૌંભાડમાં ગાંધીધામની સાથે દ્વારકાની પેઢીનું નામ ખૂલ્યુ છે.વેટ વિભાગે દ્વારકાની સાંઇનાથ હાઇડ્રોલીક પેઢી પાસેથી રૂ.7.77 લાખની વેરાની વસૂલાત કરી છે.

સુરત અને વડોદરામાંથી વેટ વિભાગે બોગસ બીલીંગ કૌંભાડ પકડી પાડયું હતું.આ કૌંભાડની તપાસ દરમ્યાન ગાંધીધામ અને દ્વારકાના 6 વેપારીએ માલ ખરીદી કર્યાનું ખૂલતા 10 એપ્રિલના વેટ વિભાગ દ્વારા જીએસટી કાયદાની કલમ-71 અન્વયે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગાંધીધામની આશાપુરા સ્ટીલ, માંડવીની ભૂમિ ફુટવેરમાંથી હિસાબી સાહીત્ય કબ્જે કર્યું હતું.જયારે અંજારની ગોયલ એન્ટરપ્રાઇઝમાં તપાસ કરવામાં આવી હતી.જયારે ગાંધીધામની સુંદરમ ટ્રેડર્સ પાસેથી રૂ.24.66 લાખ અને દ્વારકાની સાંઇનાથ હાઇડ્રોલીક પેઢી પાસેથી રૂ.7.77 લાખની વસૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...