દ્વારકા ખાણખનીજ અધિકારી અચાનક રજા પર ઉતરી જતા ખનીજ માફિયાઓને મોકળું મેદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર વિસ્તારમાં બોક્સાઇટ ચોરી અને ભાણવડ પંથકમાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણોમાં નોંધનીય કાર્યવાહી કરનાર દ્વારકા ખાણ ખનીજના અધિકારી એકાએક રજા પર ઉતરી જતા અનેક તર્કવિતર્કો વહેતા થાય છે.તો બીજી બાજું અધિકારીની રજાથી ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળ્યું છે.પોલીસની રહેમનજર હેઠળ ખનીજ ચોરી ચાલતી હોવાથી અધિકારી રજા પર જવાથી પોલીસ અને ખનીજ માફિયાઓ પણ મોજમાં આવી ગયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાણ-ખનીજ અધિકારી નરેન્દ્ર પટેલે એકલાહાથે છેલ્લા કેટલાક મહિનામાં ખનીજ માફિયાઓ પર રેકોર્ડબ્રેક કામગીરી કરી છે.ગેરકાયદેસર ચાલતી ખાણો પર દરોડા પાડીને નોંધનીય કામગીરી કરનાર અધિકારી પોલીસ વિભાગને આંખમાં ખુંચી રહ્યા છે.ખનીજ માફિયાઓ પર તવાઇ બોલાવનાર અધિકારી નરેન્દ્ર પટેલ એકાએક રજા પર ઉતરી ગયા છે.પરિણામે તરેહ તરેહની ચર્ચા ઉઠી છે.ભાણવડ પંથકમાં પોલીસની સાંઠગાંઠથી ધમધમતી પથ્થરની ખાણો પર ખાણ ખનીજ અધિકારીએ છેલ્લા એક મહિનામાં દરોડા પાડીને કરોડોની ચોરીની ફરિયાદો દાખલ કરી છે.ત્યારે પોલીસની અને ખનીજ માફિયાઓની આંખમાં ખુંચતા આ અધિકારી રજા પર ઉતરી ગયા છે કે રજા પર ઉતારવામાં આવ્યા છે.તે અંગેની તરેહ તરેહની ચર્ચા જાગી છે.તો બીજી બાજું ચોમાસું નજીક હોય ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળ્યું છે.તેમજ ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારી કેવી કામગીરી કરશે તે જોવાનું રહ્યું.

લગ્ન હોવાથી રજા પર છું,અન્ય કોઇ કારણ નથી
મારે વતનમાં સબંધીના લગ્ન હોવાની રજા પર આવ્યો છું.તેમજ બાળકોને પણ વેકેશન પડ્યું હોવાથી 20 દિવસની રજા પર છું.તેમજ ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.રજા પર ઉતરવાનું અન્ય કોઇ કારણ નથી. નરેન્દ્ર પટેલ, ખાણ ખનીજ અધિકારી,દ્વારકા

અન્ય સમાચારો પણ છે...