દ્વારકામાં સતત બીજા દિવસે પાણીચોરીના ત્રણ કેસ નોંધાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા પંથકમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે,ત્યારે કલ્યાણપુર દ્વારકા તાલુકાની જનતા માટે જીવાદોરી સમાન સાનીડેમમાંથી ઓખા તરફ જતી પાઇપલાઇનમાં ભંગાણ કરી મોટા પાયે પાણી ચોરી મામલે સ્થાનિક તંત્ર જાગૃત થઈ સરપંચ સહિત કુલ નવ શખ્સો સામે બે દિવસ પુર્વે ગુનો નોંધ્યો છે.ત્યારે આ ઝુંબેશમાં સતત બીજા દિવસે બે શખ્સો સામે પાણીચોરીની ફરિયાદ દાખલ કરી છે.

પાણીચોરી પ્રકરણમાં પ્રથમ દિવસે મીઠાપુર પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ભરત પટેલની ફરિયાદ પરથી સરપંચ સહિત નવ શખ્સો સામે તેમના રહેણાંક મકાન,ખેતરમાં ગેરકાયદેસર રીતેપાણી કનેક્શન મેળવી કુલ રૂપિયા ૩ લાખ ૫૦ હજારનું સરકારી સંપત્તિને નુકસાન કર્યાની ફરિયાદ નોંધી હતી.પાણીચોરી ઝુંબેશમાં બીજા દિવસે વધુ ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં રાજપરા ચોકડી પાસે રાયમલભા જીવાભા રૂ.60000 અને કેલાણભાઇ નેવરાભાઇ નાંગેશે રૂ.80000 તથા ગોરીયારી તળાવ પાસે ભીમાભા રામભા માણેકે રૂ.500000ની પાણી ચોરીનું નુકસાન કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે.દ્વારકામાં આજ સુધીનું સૌથી મોટી પાણીચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...