તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં વીજચેકિંગ, 16.02 લાખની ચોરી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર સહિત િજલ્લામાં વધતી જતી વીજ ચેારીને ડામવા પીજીવીસીએલ કચેરી દ્વારા સતત ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેના પગલે શુક્રવારના દ્વારકા પંથકમાં કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરી દ્વારકા, ઓખા, કલ્યાણપુર અને ભાટીયામાં ચેકીંગ હાથ ધરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં અફડા તફડી મચી જવા પામી હતી.

જામનગર પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર અજય કે. મહેતાની સુચનાથી સતત બીજા દિવસે દ્વારકા, ઓખા, કલ્યાણપુર અને ભાટીયા પંથકમાં વિજચોરી ઝડપી લેવા કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરીમાં વીજ કંપનીની 38 ટીમો સાથે 31 સ્થાનિક પોલીસ, 21 એકસ આર્મીમેન અને 3 વિડીયોગ્રાફર જોડાયા હતાં અને 38 ટીમ દ્વારા 451 વીજ કનેકશનો ચેંક કરાતા 109માં ગેરરીતિ સામે આવતા રૂા. 16.02 લાખના દંડ ફંટકારવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...