તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા પંથકમાં જુગાર રમતી 8 મહિલા સહિત 11 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભુમિ દ્વારકા પંથકના સુરજકરાડી અને ખંભાળીયામાં પોલીસે જુદા જુદા દરોડા પાડી જુગાર રમતી આઠ મહીલા સહીત અગીયાર શખ્સને પકડી પાડી રોકડ રકમ સહીત રૂ.20,890ની મતા કબજે કરી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકા જિલ્લાના સુરજકરાડી ગામે અમુક મહીલા એકત્ર થઇ જુગાર રમતી હોવાની માહીતી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ ટીમ ધસી જતા આઠેક મહીલા જુગાર રમતી હોવાનુ માલુમ પડયુ હતુ.આથી પોલીસે સંતોકબેન સોમભા માણેક, દશરથબા દાનસિંહ પરમાર, શોભનાબેન સુમરાભા ભઠડ, રીનાબેન રામભા માણેક, ભાવનાબા પ્રતાપસિંહ જાડેજા અસ્મિતાબા અરવિંદસિંહ જાડેજા,રેખાબેન બાલકદાસ ગોંડલીયા અને વિણાબેન નાથાભાઇ માણેકને પકડી પાડી રોકડ રકમ સહીત રૂ.10,470ની માલમતા કબજે કરી હતી.

જયારે અન્ય દરોડામાં ખંભાળીયા તાલુકાના કોલવા ગામેથી પોલીસે જુગાર રમતા વલ્લભ રામ વાવરોટીયા, રામ કારા જોડ અને લખુ વાલા ડોરૂ નામના ત્રણ શખ્સને પકડી પાડી રોકડ સહીત રૂ.10,420ની માલમતા કબજે કરી હતી.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...