તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંડ-2 ડેમના પાળા પરથી પાઇપલાઈન નાખવા, કૂવાના કામનું ખાતમુહૂર્ત કરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જોડીયા ગામને પુરતા પાણીની સુવીધા મળી રહે તે માટે ઉંડ-2 ડેમના પાળા પરથી પાઇપલાઈન નાખવા તથા ડેમના હેઠવાસમાં કુવો બનાવી પાણી પુરવઠો પ્રાપ્ત કરાવાના કામનું જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્તે તા.23ના ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર ઘર-ઘર સુધી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશને માટે કાર્યશીલ છે તેમ સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યું હતું અને લોકોના જીવનમાં પાણીનું ખુબ જ મહત્વ રહેલું છે.

સૌરાષ્ટ્રના પ્રદેશો પાણીની અછત ભોગવી રહ્યા હોય ત્યારે આ પ્રકારની કામગીરીથી લોકોને સિંચાઇ અને પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળાશે તથા કામગીરી માટે સરકાર દ્વારા અંદાજીત 77.52 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે તથા કામગીરી 6 માસની અંદર જ પૂર્ણ કરવાનું આયોજન છે.

આ કાર્યક્રમમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જોડીયા સરપંચ નયનાબેન સહિત આગેવાનો તથા પાણી પુરવઠા વિભાગના કર્મચારીગણ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો