તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાના રૂપેણબંદરે હોડી લાંગરવા મામલે હુમલા પ્રકરણમાં વળતી ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાના રૂપેણબંદરે હોડી લાંગરવા મામલે હુમલા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાઇ છે.પોલીસે સાત શખ્સો સામે હત્યા પ્રયાસનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર દેવભૂમિ દ્વારકાના રૂપેણબંદરે રહેતાં અને માછીમારીનો વ્યવસાય કરતાં હાજી કરીમ ઇસબાણી અને તેના ભાઇ હનીફ ઉપર હોડી લાંગરવા મામલે અકબર સુલેમાન પટેલીયા,ફીરોઝ સુલેમાન સહીત ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ,લાકડાના ધોકા વડે ઘાતક હુમલો કર્યો હતો.બનાવ અંગે હાજીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો.

હુમલા પ્રકરણમાં સદામ સુલેમાના પટેલીયાએ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.જેમાં તે અને તેના ભાઇ પોતાના ઘર પાસે દરિયાકાંઠે વર્ષોથી હોડી લાંગરતા હોય જયાં હાજી અને અન્ય શખ્સોને હોડી લાંગરવી હોય ના પાડતા હાજી,મહમદ હનીફ,અયુબ ઝાફર,ઇબ્રાહીમ કરીમ,આલી કરીમ,ડાડો આરબ,ઝાફર આલીએ ગેરકાયદે મંડળી રચી લોખંડના પાઇપ,ધારિયા સહીતના હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.બનાવ અંગે પોલીસે સાતેય શખ્સો સામે હત્યા પ્રયાસનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો