તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોડિયાના વાવડી ગામે મનદુ:ખના કારણે આધેડ પર છરી વડે હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોડીયા તાલુકાના વાવડી ગામે રહેતા આઘેડ પર સામાજિક પ્રસંગમાં સર્જાયેલી બોલાચાલીનુ મનદુ:ખ રાખીને છરી વડે હુમલો કર્યો હતો.

જોડીયા તાલુકાના વાવડી ગામે રહેતા પ્રભાતભાઇ નારણભાઇ રાઠોડ નામના ખેડુત આઘેડએ પોતાના પર છરી વડે હુમલો કરી ખંભા, ડોક અને વાંસાના ભાગે ઇજા પહોચાડયાની ફરીયાદ દિવ્યેશ નારણભાઇ તથા જસમિતા નારણભાઇ સામે નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલા આઘેડને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત આઘેડ અને સામાવાળા વચ્ચે બે દિવસ પુર્વે સામાજિક પ્રસંગ બાબતે બોલાચાલી થઇ હતી જેનુ મનદુ:ખ રાખીને એકદમ ઉશ્કેરાઇ બેફામ અપશબ્દ ઉચ્ચારી દિવ્યેશએ છરીના ઘા ઝીંકયાની તેમજ જસમીતાએ પકડી રાખીને મદદગારી કર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો