જામનગરના નાઘેડી ફાટક પાસે દારૂ ભરેલી કાર પકડાઇ, પાંચ શખસો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરની ભાગોળે નાઘેડી ફાટક પાસે પોલીસે ખાણ વિસ્તારમાં દારૂના કટીંગ વેળા દરોડો પાડી 180 બોટલ દારૂ સાથે પાંચ શખ્સને દબોચી લીધા હતા.પોલીસે દારૂ અને કાર સહીત રૂ.5.65 લાખની મતા કબજે કરી હતી. જયારે રહેણાંક મકાનમાંથી પોલીસે54 બોટલ દારૂ સાથે શખ્સને દબોચી લીધો હતો.જયારે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર નજીક નાઘેડી રોડ પર પંચ બીના પીએસઆઇ જે.ડી.પરમાર અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળા પોલીસને નાઘેડી ફાટક નજીક ખાણ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના જથ્થાનુ કટીંગ ચાલી રહયુ હોવાનુ બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી કારની અંદર અને બહાર રહેલી દારૂની 180 બોટલ કબજે કરી હતી.પોલીસે ત્યાંથી દિપક ઉર્ફે લાંબો ગોવિંદભાઇ ખીચડા, જિગ્નેશ ઉર્ફે દાઢી વિનોદભાઇ ખીચડા, રામ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડીયા, મુકેશ ઉર્ફે કારો પાલાભાઇ માડમ અને અકરમ ઉર્ફે અકકો સલીમભાઇ ખીરાને પકડી પાડી દારૂ અને કાર સહીત રૂ.5.65 લાખની મતા કબજે કરી હતી. જયારે જામનગરમાં દિગ્વિજય પ્લોટ-49 વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઇંગ્લીશ દારૂના જથ્થો રાખી વેચાણ કરવામાં આવી રહયુ હોવાની બાતમી પરથી સીટી એના પીએસઆઇ એમ.વી.મોઢવાડીયા અને સ્ટાફે દરોડો પાડયો હતો જે દરોડા વેળા અંદરથી દારૂની 54 બોટલ મળી આવી હતી.આથી પોલીસે લહેરીલાલ ઉર્ફે લહેરી મુળજીભાઇ દામાની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

જયારે અનિલ લહેરીલાલ દામા અને અનોપસિંહ પઢીયાર હાજર ન મળી આવતા બંનેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...