તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદ્રાસ હાઇકોર્ટ અને િદલ્હી હાઇકોર્ટ દ્વારા ડ્રગ અને કોસ્મેટીક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મદ્રાસ હાઇકોર્ટ અને િદલ્હી હાઇકોર્ટ દ્વારા ડ્રગ અને કોસ્મેટીક એકટના રૂલ્સમાં ફાર્માસી દ્વારા ઓન લાઇન દવા વેચવાની છૂન હોય ન્યાયાલય દ્વારા પણ ઓનલાઇન દવા વેચાણ બંધ કરવાનો આદેશ આપવામાં અાવ્યો છે. જેના અનુસંધાને રાષ્ટ્રીય કક્ષાની માતૃસંસ્થા અેઆઇઓસીડી અને રાજય કક્ષાની એફજીએએસસીડીએ તા. 8ના હલ્લા બોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેમાં જામનગરની દવા બજારના દરેક વેપારીઓ જોડાશે અને સરકારને કોર્ટના આદેશ મુજબ અોનલાઇન દવા વેચાણ બંધ કરવા માટે કડક પગલાં લેવા આવેદન આપવામાં આવશે.

પ્રાપ્ત વિગત અનુસાર સરકારનાં જ ખાતાઓ દ્વારા ભુતકાળમાં આજ પ્રવૃતિઓ કાયદા બહારની ઘોષિત કરવામાં આવેલી અને તે માટે દરેક રાજય કમિશનરને પત્રવ્યવહારથી જાણ પણ કરવામાં આવી પણ પાછલા બારણે આવી પ્રવૃતિને ચલાવી લેવાની મનોવૃતિ સામે હાઇકોર્ટ દ્વારા લેવાયેલ આ વલણને સમગ્ર દવા બજાર દ્વારા વધાવવામાં આવી અને જેતે િજલ્લા એકમમાં બેઠેલ સતાધીશોની આંખ ખોલવા માટે હલ્લા બોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...