નાઇટ ડ્યૂટીમાં ઘેરહાજર પોલીસ કર્મી સસ્પેન્ડ

Jamnagar News - dowry police personnel suspended in night duty 064511

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:45 AM IST
જામનગરની ભાગોળે ગુલાબનગર ચેક પોસ્ટ પર નાઇટ ડયુટી વેળા એક પોલીસ કર્મચારી ફરજ પર ગેરહાજર રહયા હોવાનુ ખુલતા જિલ્લા પોલીસ વડાએ તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.જિલ્લા પોલીસ વડાએ ખાનગી વાહનમાં રાત્રે જુદા જુદા ચેક પોષ્ટો પર નાઇટ રાઉન્ડ લગાવ્યા હતા જેમાં આ પોલીસ કર્મી તેની ફરજ પર ગેરહાજર જણાઇ આવતા તેને ફરજ મોકુફ કરવાનો આદેશ થયો છે.

જામનગર શહેર સહીત જીલ્લાભરમાં ગુન્હાખોરીને ડામી દેવા સાથે ચોરી સહીતના બનાવો અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલએ સધન નાઇટ પેટ્રોલિંગના આદેશ આપી વાહન ચેકીંગ માટે પણ નિર્દશ જારી કર્યા છે.જે દરમિયાન ગત શુક્રવારે મોડીરાત્રે જિલ્લા પોલીસ વડા ખુદ ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડમાં નિકળ્યા હતા.જેમાં શહેરના અલગ અલગ નાઇટ રાઉન્ડના પોઇન્ટો ઉપરાંત જુદી જુદી ચેક પોસ્ટો પણ ચેક કરવામાં આવી હતી.

જેમાં શહેરની ભાગોળે ગુલાબનગર પાસે સ્થિત પોલીસ ચેક પોસ્ટ પર પોલીસ કર્મચારી અશ્વીનભાઇ દાનાભાઇ સુરને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હોવા છતા આ પોલીસ કર્મચારી ત્યાં હાજર જોવા મળ્યા ન હતા. જેથી ફરજ પર ગેરહાજરી મામલે પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.આગામી દિવસોમાં પણ પોલીસ વડાએ આવી આકસ્મીક ચેકીંગ કામગીરી યથાવત રાખવાના નિર્દેશ વ્યકત કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી નાઇટ પેટ્રોલીંગમાં કર્મચારીઓની હાજરી બાબતે આકરૂ પગલું લેવાયુ ન હતું ત્યારે રાત્રે ગુટલી મારનાર કર્મી સામે સસ્પેન્સનના પગલાથી પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

X
Jamnagar News - dowry police personnel suspended in night duty 064511
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી