તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં દિવ્યાંગોએ મતદાન કરવાના શપથ લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અન્વયે 12-જામનગર સંસદીય બેઠક માટે તા.23ના મતદાન યોજાનાર છે. રાષ્ટ્રીય મહાપર્વમાં પોતાના મત થકી અમુલ્ય યોગદાન આપી લોકશાહી મજબુત થાય તેવા હેતુથી તા.16ના શહેરના ધનવંતરી સભાખંડમાં “હું અવશ્ય મતદાન કરીશ” ના શપથ લેવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોએ “આપણો મત અમૂલ્ય, હું મતદાન અવશ્ય કરીશ” ના બેનર પર સહી કરી હતી અને મતદાન એ જ મહાદાનનો સંકલ્પ કરી વોટસેપ નામના સેલ્ફી ઝોનમાં દિવ્યાંગોએ ફોટા પડાવ્યાં હતા અને લોકોમાં મતદાન જાગૂતિ આવે તેવા હેતુથી નાટકનુ આયોજન કર્યું હતું અને દિવ્યાંગોએ પરસ્પર એકબીજાને “મતદાર હોવાનો ગર્વ છે” ના બેલ્ટ બાંધ્યાં હતા.

શહેરમાં દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ કાર્યક્રમ ધન્વંતરી સભાખંડમાં આયેાજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં એસેસીબીલીટી ઓબઝર્વર આર.એમ.જાદવ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટ રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક, જામ્યુકોના કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતાબેન જોશી, સ્વીપના નોડલ ઓફિસર અફસાના મકવા, રમત ગમત અધિકારી નિતા વાળા, સમાજ સુરક્ષા અધિકારી મોરી, પ્રયાસ પેરેન્ટસ એસોસીએશનના ચેરમેન પુજાબેન પટેલ, એજ્યુકેશન ડાયરેકટર બીનાબેન દવે, દિવ્યાંગ જિલ્લા આઈકોન જીમીશ પારેખ સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...