સિદસરમાં ખેલમહાકુંભની ફૂટબોલની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગર જિલ્લા કક્ષાની ફુટબોલની સ્પર્ધાનું આયોજન તા. 18ના વિજાપુરા વિધાસંકુલ સિદસરમાં કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જામનગર જિલ્લાની વિવિધ તાલુકાઓમાંથી કુલ 21 ટીમોએ જુદી-જુદી વયજુથમાં ભાગ લીધો હતો. વિજાપુર વિધાસંકુલના ગ્રાઉન્ડમાં બે ફુટબોલમાં મેદાન પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટસમાંથી વિકમભાઇ વંકાણી અને તેમની ટીમ ઉપસ્થિત રહયા હતાં તથા આયોજન સહ કન્વીનર ડો. મૌલિકભાઇ જાવીયા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ ખેલાડીઓ તથા તેમના પ્રશિક્ષકોને સંસ્થાના નિયામક અશ્વિનભાઇ જાવીયા અને આચાર્ય કેવીનભાઇ ફડદુએ અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...