તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંચાણાના દરિયાકાંઠેથી ડીઝલનો 650 લિટર શંકાસ્પદ જથ્થો કબજે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર નજીક સચાણાના દરીયાકાંઠાળ વિસ્તારમાં પેટ્રોલિંગ વેળાએ એસઓજી પોલીસની ટીમે રૂ.39,000ની કિંમતના ડીઝલના 650 લીટર શંકાસ્પદ જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી શક પડતો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર તાલુકાના દરીયા કાંઠાળ વિસ્તારોમાં એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. વી.વી.વાગડીયા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે દરમિયાન પોલીસ ટુકડીએ ચોકકસ બાતમીના આધારે સચાણાના દરીયા કાંઠાળ વિસ્તારમાંથી ઇબ્રાહિમ ઉર્ફે જોન અકબર વાઘેરને આંતરીને તપાસણી હાથ ધરતા તેના કબજામાંથી ડીઝલનો 650 લીટર શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે આ જથ્થાના બીલ કે આધાર પુરાવા માંગતા રજુ કરી શકયો ન હતો.જેથી એસઓજી પોલીસે તેની અટકાયત કરી રૂ. 39,000ની કિંમતનો 650 લીટર ડીઝલનો શંકાસ્પદ જથ્થો પણ શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.

એસઓજી પોલીસની આ કાર્યવાહીના પગલે દરીયા કાંઠાળ વિસ્તારમાં ગેરકાયદે ડીઝલની હેરાફેરી કરતા તત્વોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...