તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોર્ડ નં.15માં વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્ત કરાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના વોર્ડનં.15માં વણકર સમાજની વાડીમાં સાંસદ પૂનમબેન માડમની 100% ગ્રાન્ટ અન્વયે ખાતમૂહુર્તના થનાર કામો પ્રસંગે સૌપ્રથમ સાંસદના હસ્તે ડો.બાબાસાહેબ આબેંડકરની તસ્વીરને ફુલહાર પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા ત્યારે વણકર સમાજના ઉપસ્થિત લોકોને સાંસદએ જણાવ્યું હતુ કે, સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વ્યસનોને તિલાંજલી આપી સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપીલ કરી હતી અને વણકર સમાજની વાડીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

શહેરના વોર્ડનં.15માં અ.જા. વિસ્તારમાં ગણેશ ફળીમાં રામદેવપીર મંદિર ચોકમાં પેવર બ્લોકનું કામ, અ.જા. વિસ્તારમાં કિરીટભાઈ વાઘેલાના ઘરથી ધિરૂભાઈ ડાહ્યાના ઘર સુધી સી.સી.રોડનુ કામ, અ.જા. વિસ્તારમાં ડો.બાબા સાહેબ સાંસ્કૃતિક હોલનું ખાતમૂહુર્ત, અ.જા. વિસ્તારમાં સુભાષપાર્ક કાનાભાઈ જાદવવાળી શેરીમાં સી.સી.રોડનું કામ, અ.જા. વિસ્તારમાં પંચશીલ નગરમાં સ્નાનઘર બનાવવાના કામનું ખાતમૂહુર્ત, અ.જા. વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોનીમાં વણકર સમાજની વાડીની બાજુમાં રેનબસેરાના કામનુ ખાતમૂહુર્ત, અ.જા. વિસ્તારમાં શંકર ટેકરી વલ્લભનગર વાલ્મીકી વાસમાં લાલજીભાઈ જીવાભાઈ કબીરાના ઘરેથી ભનજી જાદવ વાઘેલાના ઘર સુધી, મકન કુવરભાઈ પઠાણના ઘરથી ધીરજભાઈ માવજીભાઈ મકવાણાના ઘર સુધી, રમેશભાઈ દામજીભાઈ કબીરાના ઘરથી મહેશભાઈ રામજીભાઈ સોલંકીના ઘર સુધી, રામદેવજી મહારાજના મંદિર પાસે અને રાધેક્રિષ્ના મંદિર પાસેથી રવીભાઈ મકવાણા ઘર પાસે તથા નવીનભાઈ મધુભાઈ વાઘેલાના ઘરવાળી શેરીઓમાં સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ તેમ કુલ અંદાજીત રૂા. 27.50 લાખના ખાતમુહુર્ત સાંસદ પૂનમબેન માડમના હસ્તે સમ્પન્ન કરવામાં આવ્યા હતા ત્યારે મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જામનગર મહાનગરપાલીકાના સ્ટેંડીંગ ચેરમેન સુભાષ જોષી, વોર્ડોના કોર્પોરેટરો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...