તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16551 ગેસ જોડાણ અપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર દ્વારા બીપીએલ પરિવારોને રાંધણગેસના જોડાણો આપવામાં આવી રહ્યા છે.ઉજ્જવલા યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16551 ગેસ જોડાણ આપવામાં આવ્યા છે.જ્યારે નાણા ચુકવી શકે તેમ ન હોય તેવા પરિવારોને લોનની પણ સુવિધા કરી દેવામાં આવી છે.જિલ્લામાં બીપીએલ પરિવારોને ગેસ જોડાણ મળતા ગરીબ પરિવારની મહિલાઓને ધુમાડામાંથી છુટકારો મળ્યો છે.

દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં આઇઓસીના 1104 જોડાણો અને બીપીસીએલના 5457 જોડાણો મળી કુલ 16551 જેટલા ગેસ જોડાણો આપવામાં આવ્યા છે.જિલ્લામાં ગરીબ પરિવારો જે કે ગેસ અને સ્ટવની ખરીદી પણ કરી શકે તેટલા નાણા ન ધરાવત હોય તેવા પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર દ્વારા પરિવારોને ઓએમસી મારફતે લોન સુવિધા પણ પુરૂ પાડવામાં આવી છે.આમ સરકાર દ્વારા ગરીબ પરિવારોને ગેસ જોડાણ માટે તમામ સહાય આપવામાં આવતા ગરીબ પરિવારોના ઘરમાં ગેસ જોડાણો મળ્યા છે.આગામી સમયમાં બાકી રહેતા પરિવારોને વહેલી તકે ગેસ જોડાણ મળી જવાની સંભાવના તંત્રએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...