તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ ઘટાટોપ ગોગનવેલ વૃક્ષનું નિકંદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકાની નકામી શાખા તરીકે બિરૂદ પામેલી ગાર્ડન શાખાએ ઇન્દીરા માર્ગ પર ડિવાઇડર પર રહેલા ધેધુરૂ ગોગનવેલના પાંચ જેટલા ઝાડ ધારાશાહી કરી નાખતા ભારે વિવાદ થયેા છે. પર્યાવરણવાદીઓ આ મામલે મહાપાલિકા સામે ફરીયાદની માંગ કરી રહયા છે.

શહેરના ઇન્દીરા માર્ગ જયાં ટ્રાવેલ્સની ઓફિસો અાવેલી છે ત્યાં અચાનક જ મંગળવારે જાણે મહાપાલિકાની ગાર્ડન શાખાને શુરાતન ચડયુ હોય તેમ ત્યાં ડીવાઇડર પર લાઇનસર ઉભેલી નયનરમ્ય ગગનવેલના ઝાડોને દેખતે દેખતે ધરાશાહી કરી નાખ્યા હતાં જેની જાણ થતા પર્યાવરણ પ્રેમીઓ આંચકો ખાઇ ગઇ હતી. જે બાદ દેકરો થતા વાવાઝોડાથી પડી ગઇ હશે તેમ જણાવતા લાેકો વધુ ઉશ્કેરાયા હતાં બાદમાં તેણે ઓળ્યો ધોળ્યો સિવિલ શાખા પર ઢાળી દીધો હતો. પરંતુ સિવિલ શખાએ હાથ ઉંચા કરી લીધા હતા. બાદમાં વધુ વિવાદ ન થાય તે માટે પાડી નાખવામાં આવેલા ઝાડો મુળ જગ્યાના બદલે જુના રેલ્વે પર ગોઠવી દેવામાં આવ્યા હતાં. પરંતુ મહાપાલિકાના આ નિંદનીય કુત્યથી પર્યાવરણ પ્રેમીઓ ભારે રોષે ભરાયા છે. વૃક્ષો વાવતા તો નથી પરંતુ છે તેનું નિકંદન કાઢવામાં અવી રહયું છે તે કહી મહાપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.

સમગ્ર દેશ પર્યાવરણની વિકટ સમસ્યા ઉકેલવા માત્ર કાગળ પર મથી રહ્યો છે જેના ઉદાહરણરૂપ વૃક્ષ છેદનની તસવીરો. તસવીર-હસીત પોપટ

ગોગનવેલના ઝાડ હટાવ્યા શા માટે
ઘટાટોપ અને નયનરમ્ય ગોગનવેલના વૃક્ષો હટાવવા પાછળનું ગણતિ સૂત્રો જણાવે છે સામે આવેલી બિલ્ડીંગનું એલીવેશન દબાઇ જતું હતું એટલે દેખાતું ન હતું જે માટે અધિકારીઓ હરખપદુકા થઇ ને ઝાડના નિકંદન કાઢી નાખ્યા.

નવા ડિવાઇડર માટે વૃક્ષો હટાવવામાં આવ્યા, પુન:લગાડી દેવાશે
ગોગનવેલના વૃક્ષો ડિવાઇડરમાં આવી ગયા હતાં જે નમી ગયા હતાં અને ખરાબ પણ લાગતા હતા નવા ડીવાઇડર નાખવાના હતાં એટલે નડતા હતા એટલે તેને હટાવામાં આવ્યા છે. બાદમાં પુન:લગાડી દેવામાં આવશે. શૈલેષ જોષી, સીટી ઇજનેર જામ્યુકો

ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ પાસે વૃક્ષ છેદનનો સ્પષ્ટ પ્રત્યુત્તર પણ નથી
ગોગનવેલ વૃક્ષ ધરાશાહી અંગે ગાર્ડન શાખાના અધિકારી મકવાણાને પુછતા તેમણે જણાવ્યું કે, કદાચ પવનના કારણે વાવાઝોડાથી પડી ગયા હશે પરંતુ માણસોએ પાડી નાખ્યાનું કહેતા સિવિલ શાખાનો ઓર્ડર હતો તે જણાવી ગેંગેફેંકે થઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...