તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતાપરમાં ફાયરબ્રિગેડ દ્વારા ડેમો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સરકાર દ્વારા ચાલી રહેલા શાળા સલામતી સપ્તાહ -2019ની ઉજવણી રૂપે શાળામા ડે ટુ ડે પ્રવૃતિઓ કરવામા આવી રહી છે ત્યારે તા. 26ના કાર્યક્રમના દિવસે શોધ અને બચાવ કાર્ય માટે નગરપાલિકા જામજોધપુરના ફાયર બ્રિગેડ દ્રારા સતાપર ગામે મેગા ડેમો આપવામા આવ્યો ત્યારે તાલુકા શાળા સતાપર, કન્યા શાળા અને સરસ્વતી વિદ્યા મંદીર સતાપરના બાળકો અને ગ્રામજનોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતાં અને રામાભાઇ ચૌહાણ, રમેશભાઇ પીઠીયા દ્રારા ફાયર વિશે વિશેષ જાણકારી આપવામા આવી અને આપતીના સમયે મુશ્કેલીમાથી કેવી રીતે બચવું તેવી જાણકારી બધાં સમક્ષ મુકવામાં આવી. કાર્યક્રમનું આયોજન તાલુકા શાળા સતાપરના આચાર્ય ગોસિયા ભાવેશભાઇ દ્રારા કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...