તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં જૂનથી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં જૂન 2020થી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાની માંગ સાથે આવેદન અપાયું છે. આ અંગે જૂનાગઢની ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામના રવિબાવાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 150 વર્ષ કરતા જૂની સંસ્કૃત પાઠશાળા કાર્યરત હતી. જોકે, આ બિલ્ડીંગ જર્જરિત થતા તેને તોડી પાડ્યું છે. હવે સરકારની ગ્રાન્ટ હોવા છત્તાં સંસ્કૃત પાઠશાળાનું બાંધકામ શરૂ થયુ નથી. હાલ આઝાદ ચોકની ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં સંસ્કૃત પાઠશાળા સ્થળાંતરીત કરાઇ છે પરંતુ તે કાગળ પર કાર્યરત છે. કારણકે, સ્ટાફના અભાવે સંસ્કૃત અધ્યયન થઇ શકતું નથી. ત્યારે જો સરકાર ગ્રાન્ટ ફાળવે તો ગોકુલેશ પુષ્ટિ વિદ્યાધામ સ્ટાફ અને સંચાલન કરવા તૈયાર છે. રાજ્યમાં 8 માંથી માત્ર આબુ અંબાજી, જામનગર અને ગિર ખોરાસા એમ 3 સ્થળે છે. ત્યારે જૂનાગઢમાં જ્યાં સુધી નવું બાંધકામ ન થાય ત્યાં સુધી સરકારી ગર્લ્સ શાળામાં જૂનથી સંસ્કૃત પાઠશાળા શરૂ કરવાની મંજુરીની માંગ કરાઇ છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના પ્રચાર - પ્રસાર માટે ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડની રચના કરવાની પણ રવિબાવાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો