જામનગરના કાલાવડ ગેટ રોડ પર બે ટ્રાફિક પોલીસ ફાળવવા માગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહયો છે ત્યારે રોજુ ખોલવાના સમયે કાલાવડ ગેટ રોડ પર સાંજના સમયે લોકો અને વાહનોનો ભારે ઘસારો જોવા મળે છે અને રાેડ પરથી બસો અને મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે રોજુ ખોલવાનો સામાન લેવા માટે શહેરભરના લોકો સાંજના સમયે એકસાથે ભેગા થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી બે ટ્રાફિક પોલીસ મુકવામાં આવે તેવી પોલીસ અધિક્ષકને લેખિત રજુઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સાંજના 6 વાગ્યા બાદ કાલાવડ ગેટ પાસે રોજુ ખોલવાનો સામાન લેવા મોટી સંખ્યામાં શહેરભરના લોકો ઉમટી પડતા હોવાથી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતી હાેય છે ત્યારે સાંજના 6 થી 7.30 દરમિયાન કાલાવડ ગેટ રોડ પર બે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવી જરૂરી છે.

જેમાં તહેરીયા મદરેસા પાસે અને મટન માર્કેટ પાસે પણ એક-એક ટ્રાફિક પોલીસ મુકવામાં આવે તો ટ્રાફિક સમસ્યાને લીધે રોજેદારો ઘર સુધી પહોચવામાં પડતી હાલાકી દુર થઇ શકે તેમ લેખિત રજૂઆત પોલીસ અધિક્ષકને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...