દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દાંતા પ્રાથમિક શાળાના તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઘણી બધી સ્પર્ધાઓમાં નંબર મેળવ્યા છે. જેમાં યોગ સ્પર્ધામાં તમામ પ્રથમ ત્રણ વિધાર્થીઓ રાણગા કૌશિક, ધમા રાહુલ, સરસીયા રાહુલ વિજેતા તથા ચેસની સ્પર્ધામાં ચુડાસમા પૂર્ણાબા મંગલસિંહ, સરસીયા ભૂમિકા વિજેતા ઉપરાંત એથલેટીક્સમાં 600 મીટર દોડમાં ખાટરિયા દિલીપ નારણભાઈ પ્રથમ નંબરે ઉતીર્ણ અને સરસીયા રમેશ મંગાભાઈ 400 મીટર દોડમાં તૃતીય નંબર તથા ઉંચીકુદમાં પઢીયાર હરદેવસિંહ તૃતીય નંબર અને ઉંચી કુદમાં પુર્ણાબા પ્રથમ નંબર, જાડેજા સપનાબા ચક્ર ફેંકમાં તૃતીય ક્રમે અને કારિયા દિવ્યા બ્રોડ જમ્પમાં તૃતીય નંબર રહેતા તમામ વિજેતા વિધાર્થીઓને શાળા પરિવાર અને શાળાના આચાર્ય નડીયાપરા રવિકુમાર જાદવજીભાઈ દ્વારા બિરદાવવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...