લાખાબાવળ પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો ક્લાઉત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જિલ્લા શિક્ષણ તાલીમભવન અને બી.આર.સી ભવન જામનગર પ્રેરિત સી.આર.સી લાખાબાવાળની પેટા શાળાઓનો 150મી ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે સી.આર.સી કક્ષાના ક્લા ઉત્સવનું આયોજન લાખાબાવળ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યંુ હતું. જેમાં કુલ 4 સ્પર્ધાઓનું આયોજનમાં ચિત્રસ્પર્ધા, બાળ કાવ્યલેખન સ્પર્ધા, નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા રાખવામાં અાવી અને 30 બાળ કલાકારોએ ભાગ લીધો તથા 10 શિક્ષકોએ હાજરી આપી હતી. બાળ કલાકારોએ તમામ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તમામ બાળ કલાકારોને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ રોકડ સ્વરૂપે ઇનામ આપવામાં આવેલ તથા ભાગ લીધેલ તમામ બાળકલાકારોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટનું વિતરણ સી.આર.સી કૉ. ઓર્ડીનેટર હેતલબેન નિમાવત દ્વારા કરવામાં આવ્યંુ. કાર્યક્રમને સફળ બનાવવામાં સી.આર.સી કૉ. ઓર્ડીનેટર હેતલબેન, આચાર્ય રમેશભાઈ , દિલીપભાઈ તથા તમામ પેટા શાળાના આચાર્ય અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...