કોર્પો.ના અધિકારીએ કમિશ્નરને નોટિસ ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાના કન્ટ્રોલીંગ અિધકારી કમ ઇ.ડી.પી. મેનેજરે પોતાને પ્રમોશન ન આપવા બાબતે 10 વર્ષ રાહ જોયા બાદ કમિશ્નરને કાનુની નોટિસ ફટકારતા ભારે ચકચાર મચી જવા પામી છે. અધિકારીએ જનરલ બોર્ડના ઠરાવ બાદ વર્ષો સુધી રાહ જોઇ અંતે તેની ધીરજ ખુટી હતી.

આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગર મહાનગરપાલિકામાં હાલ એસ્ટેટ વિભાગના કન્ટ્રોલીંગ અિધકારી અને ઇ.ડી.પી. મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ વરણવાને 10 વર્ષ પહેલા લાયકાત અને અનુભવના આધારે આસી.મ્યુ. કમિશ્નર(ટેક્સ) તરીકે કમિશ્નરે દરખાસ્ત કરી હતી. જે જનરલ બોર્ડે પણ બહાલી આપી હતી પરંતુ ત્યારબાદ કોઇપણ કારણોસર મુકેશ વરણવાને આસી.મ્યુ.કમિશ્નર (ટેક્સ)નું પદ આપવામાં આવ્યું નહીં જે માટે તેને વહીવટી પ્રકિયામાં જ ગુંચવી નાખવામાં આવ્યુ બધી પ્રક્રિયા થયા બાદ પણ તેમને પદ ન મળતા અંતે કંટાળેલા મુકેશ વરણવાએ મ્યુ. કમિશ્નરને આ મુદ્દે કાનુની નોટિસ ફટકારી જેમાં તેમને જો લાયકાત મુજબ પદ આપવામાં નહીં આવે તો પોતાના હિત માટેના પગલા ભરશે તેમ જણાવ્યું છે. મહાપાલિકાના અિધકારી દ્વારા કમિશ્નરને અા રીતે નોટિસ ફટકારવાની પ્રથમ ઘટના છે જેને કારણે તેની ભારે ચર્ચાઓ શરુ થઇ છે. જામ્યુકોમાં જગ્યા માટે લોબીંગ કરવું કોઇ નવી વાત નથી.

મારે કંઇ કહેવું નથી, હું લડી લેવાનો છું...!

કમિશ્નરને નોટિસ મામલે કન્ટ્રોલીંગ અિધકારી મુકેશ વરણવાનો સંપર્ક કરતા તેમણે આ મુદ્દે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.આસી. મ્યુ. કમિશ્નર(ટેક્સ)ના પ્રમોશન બાબતે પુછતા તેમણે કહ્યું હતુ કે, મારા હક્ક માટેની લડાઇ હું લડીશ.> મુકેશ વરણવા, કન્ટ્રોલીંગ ઓફિસર

હાઇકોર્ટના વકીલે પણ સ્પષ્ટ અિભપ્રાય આપ્યો કે, અધિકારી જગ્યા માટે લાયક છે

આસી મ્યુનિસિપલ કમિશ્નર(ટેક્સ) માટે મુકેશ વરણવા લાયક છે કે નહીં તે માટે પેનલ એડવોકેટ બાદ હાઇકોર્ટના વકીલનો પણ જામ્યુકો દ્વારા અભીપ્રાય લેવામાં આવ્યો હતો. જેમા તેણે સ્પષ્ટ જણાવ્યું છે કે, નિયમ મુજબ મુકેશ વરણવા આ જગ્યા માટે લાયક છે. હાઇકોર્ટના વકીલે આવો અભિપ્રાય આપ્યો હોવા છતાં પણ તંત્ર ભેદી રીતે ફાઇલ દબાવીને બેઠું હોવાની બાબતે આશ્ચર્ય સર્જાયું છે.

જગ્યા ખાલી છે પણ ભરતી નથી

આસી. મ્યુ.કમિશ્નર(ટેક્સ)ની જગ્યા ઘણા વર્ષોથી ખાલી છે.હાલ આ જગ્યા પર ચીફ એકાઉન્ટન્ટનો કબ્જો છે. નવાઇની વાત છે કે, ચાર્જથી ગાડુ ગબડાવું છે. પરંતુ તેને ભરવી નથી. મુકેશ વરણવાની આ બાબતની લડત છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે.

જામ્યુકોની પ્રથમ ઘટના, લાયકાત-ઠરાવ થવા છતાં 10 વર્ષથી ફાઇલ દબાવી રખાતા કાનુની કાર્યવાહીની ચિમકી
અન્ય સમાચારો પણ છે...