લાલપુર તાલુકાના આશા બહેનોનું સંમેલન

Jamnagar News - conference of asha sisters of lalpur taluka 030008

DivyaBhaskar News Network

Jan 01, 2019, 03:00 AM IST
જામનગર : લાલપુર તાલુકાના આશા બહેનોનું સંમેલન કાર્યક્રમનું આયેાજન કરવામાં આવ્યંુ હતું. જેમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. જે. પંડયા, ડો. બથવાર, ન્યાય સમિતિના ચેરમેન સહિતના ઉપસ્થિત રહયા હતાં અને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં તથા આશા બહેનો દ્વારા બેટી બચાવો, રસીકરણ તથા આરોગ્ય વિષયક કાર્યક્રમો રજૂ કર્યા અને જિલ્લા આરોગ્ય મહામંડળના પ્રમુખ વી. પી. જાડેજા દ્વારા મંડળ વતી પ્રોત્સાહિત કર્યા હતાં. તાલુકા હેલ્થ ઓફિસર ડાે. કુડેચા અને તેમની ટીમ દ્વારા આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ નિરજ મોદી દ્વારા કરવામાં આવી અને આગામી વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

X
Jamnagar News - conference of asha sisters of lalpur taluka 030008
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી