તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસ્ટ્રિકટ બેંક ભરતી કૌભાંડમાં 7 વર્ષ બાદ ACBમાં ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક દ્વારા વર્ષ 2012માં ભરતી કરવામાં આવેલા કલાર્ક અને પટ્ટાવાળા મળી 102 વ્યકિતઓની નિમણુંક કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારની બુમ અને લાગવગશાહીથી થયેલી ભરતી વિરૂધ્ધ ભારે હોબાળો મચ્યો હતો અને મનાઇ હુકમ પણ આવ્યો હતો. પરંતુ બાદમાં બધુ થાળે પડી જતાં 102 કર્મચારીએ નોકરીએ ચડી ગયા હતાં. આ ચર્ચાસ્પદ પ્રકરણમાં હવે એસીબીને વડી કચેરીથી આદેશ મળતા તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ડીસ્ટ્રીકટ બેંકના બોર્ડ ઓફ ડીરેકટરની એકઝીકયુટીવ કમિટી દ્વારા વર્ષ 2012માં 90 કર્મચારીઓની ભરતી કરવાનો ઠરાવ કર્યો હતો. જેની કોઇપણ જાહેરખબર આપ્યા વગર ટેલીફોનથી ત્રણ એજન્સીઓના ભાવ મંગાવામાં આવ્યા હતાં અને રેન્ડસ્ટેન્ડ ઇન્ડિયા લી. રાજકોટના ભાવ મંજૂર કરી આ એજેન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જેની સામે બેંક ઓફ ડીરેકટર પ્રતાપસિંહ જાડેજા દ્વારા મનાઇ હુકમ મેળવવામાં આવ્યો હતો. છતાં એજન્સી દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 90 કર્મચારીઓની ભરતી કરવાની હતી તેના બદલે ગેરકાયદેસર રીતે 102 કર્મચારીઓની ભર્તી કરવામાં આવી હતી. જેમાં ઉમરની લાયકાત વિનાના લોકોને પણ નિમણુંક આપી દેવામાં આવી હતી. બહુ ઉહાપોહ થતા બેંકના ચેરમેન અને જનરલ મેનેજર ઉપર દોષનાે ટોપલો નાખી ઉચ્ચ કક્ષાએ સેટલમેન્ટ કરી બાકીના હોદેદારો કમિટીના ડાયરેકટરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લાંબા સમયથી બંધ પડેલા પ્રકરણમાં અન્યાયના ભોગ બનેલા બે ભાઇઓ યુવરાજસિંહ ચંદુભા સોઢા અને હરપાલસિંહ ચંદુભા સોઢાએ ફરિયાદો કરતા એસીબીની વડી કચેરીએ જામનગર એસબીને તપાસનો હુકમ કરતા આ પ્રકરણમાં ફરી સળવળાટ થયો છે. એસીબીએ તમામ કાગળો અને ફાઇલો બેંક પાસેથી મંગાવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરતીમાં વયમર્યાદાના નિયમો નેવે મુકાયા હતા
ભર્તીમાં કેવી લાલીયાવાડી ચાલી હશે કે, કલાર્ક માટે 18 થી 30 વર્ષની હતી જેની સામે 12 એવી વ્યકિતઓની ભર્તી કરવામાં આવી. જેની ઉંમર 30 વર્ષથી વધુ હતી તેમજ બે સગીર ઉમેદવારો જેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી તેને પણ નોકરી આપી દેવામાં આવી.

મિત્રા કમિટીની ભલામણનો ઉલાળ્યો
મિત્રા કમિટીએ નવી શાખાઓમાં કર્મચારીની જરૂરીયાત ધ્યાને લઇ કુલ 39 કર્મચારીની ભરતી કરવાનું જણાવ્યુ હતું. રોજગાર કચેરીમાંથી નામ મંગાવાયા ન હતા. લેખિત પરીક્ષા બાદ બોર્ડ ઓફ ડાયરેકટર દ્વાર રચેલી કમિટી દ્વારા ઇન્ટરવ્યું પણ લેવાયા ન હતા.

વડી કચેરીના આદેશથી તપાસ આરંભાઇ
એસીબીની વડી કચેરીના આદેશના પગલે અમોએ તપાસ શરૂ કરી છે. હાલ બેંક પાસેથી ભરતીની પ્રક્રિયાના કાગળો, ઉમેદવારોની વિગતો, ઉમર, દાખલા વગેરેની ફાઇલો મંગાવી છે, જે તપાસણી બાદ જ હકીકત જાણવા મળશે.

ACBની તપાસ કેમ
જે સમયે ભર્તી થવાની હતી ત્યારે બજારમાં ખુલ્લેઆમ કલાર્કના રૂા. 20 લાખ અને પટ્ટાવાળાના રૂા. 15 લાખ ભાવ બોલાતો હતો જેને મુદ્દો બનાવી અરજદારે એસીબીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ કરતા તપાસના આદેશ છુટયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો