તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાને આપઘાત કરવાની દુષ્પ્રેરણાની પાંચ સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|જામનગર,ખંભાળિયા

કુરંગા ગામે રહેતી ડીબુબેન ઉર્ફે પુનમબેન પ્રવિણભા માણેકે ગુરૂવારે ફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધુ હતુ. પોલીસે મૃતદેહને પોષ્ટ મોર્ટમ અર્થે હોસ્પીટલ ખાતે ખસેડયો હતો.

મૃતક પરીણીતાના સંબંધી ભીયાભા એભાભા સુમણીયાએ આપઘાત માટે દુષ્પ્રેરણા આપ્યાની ફરીયાદ પતિ પ્રવિણભા ખીરાભા માણેક, સસરા ખીરાભા કારૂભા, સાસુ કલીબેન ખીરાભા, નણંદ જશુબેન ખીરાભા અને જેઠ સોમાભા ખીરાભા સામે કરતા પોલીસે પાંચેય સાસરીયા સામે ગુનો નોંધ્યો છે.

પરીણીતાને લગ્નજીવનમાં અવાર નવાર તુ તારા બાપના ઘરેથી કંઇ લાવી નથી, તને સંતાન થતુ નથી, તુ વાંઝણી છો તેમ કહી ઘરકામ સહીતની નાની નાની બાબતોમાં મેણા ટોણા મારી ત્રાસ ગુજારતા કંટાળીને આ પગલુ ભરી લીધાનુ ફરીયાદમાં જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...