તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના જૂના રેલવે સ્ટેશનની જમીન ખાનગી પાર્ટીને આપવાની તજવીજ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં રેલવે વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં ન આવતા ખંઢેર બનેલા જુના રેલવે સ્ટેશનની જમીન ખાનગી પાર્ટીને આપવાની રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.શહેરની બિલ્ડર પેઢીએ સ્ટેશનની જમીન લીઝ અથવા વેંચાણથી મેળવવા તૈયારી દર્શાવી છે.

શહેરની મધ્યમાં આવેલું જૂનૂ રેલવે સ્ટેશન એક સમયે શહેરની શાન ગણાતું હતું.રેલવે સ્ટેશનમાં રાજાશાહી વેઇટીંગ રૂમમાં કલાત્મક કોતરણી અને ભીતચિત્રોને કારણે સહેલાણીઓમાં આર્કષણનું કેન્દ્ર હતું.પરંતુ રેલવે વિભાગ દ્વારા જુના રેલવે સ્ટેશનની કોઇ સાર સંભાળ લેવામાં ન આવતાં ખંઢેર બનતા દારૂ,જુગાર સહીતની બદીઓનું ઘર બન્યું છે.ત્યારે શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલા જુના રેલવે સ્ટેશનની જમીન ખાનગી પાર્ટીને આપવાની તજવીવ રેલવે વિભાગ દ્રારા હાથ ધરવામાં આવી છે.કારણ કે, જામનગરની બિલ્ડર પેઢીએ જુના રેલવે સ્ટેશનની જમીન લીઝ ઉપર કે વેંચાણથી મેળવવા વેર્સ્ટન રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાને પત્ર લખ્યો છે.જેમાં જુના રેલવે સ્ટેશનની જમીન વેંચાણથી મેળવવા કે લીઝ પર લેવા તૈયારી દર્શાવી છે.ત્યારે રેલવે વિભાગ શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.

પાર્ટીએ જમીન મેળવવા તૈયારી દર્શાવી
જૂના રેલવે સ્ટેશનની જમીન લીઝ અથવા તો વેચાણ પર મેળવવા બે ખાનગી પાર્ટીએ તૈયારી દર્શાવી છે. આ માટે ખાનગી પાર્ટીએ વડી કચેરીને પત્ર પાઠવ્યો છે, પરંતુ વડી કચેરીને સીધો પત્ર પાઠવ્યો હોય વધુ જાણકારી નથી. પી. એસ. રાઠોડ, જામનગર રેલવે સ્ટેશન સુપરિટેન્ડેન્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો