તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેંગોપીપલ પરિવારના સ્લમ વિસ્તારોના બાળકોએ જૈન જ્ઞાનધામની મુલાકાત લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | મેંગોપીપલ પરીવારના સ્લમ વિસ્તારોમાં કાર્યરત એજ્યુકેશન ક્લાસના બાળકોએ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજના 49માં જન્મોત્સવ નિમિતે લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ રોયલપાર્ક સેન્ટર 6 દ્વારા માનવતા મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું, 30 બાળકો જોડાયા હતાં. જૈન જ્ઞાનધામના બાળકોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મેંગોપીપલ પરીવારના બાળકોને તીલક કરી, મોં મીઠું કરાવી સ્વાગત કર્યું, ત્યાર બાદ ટીવી, મોબાઈલ સમય અને જીવન કઈ રીતે બગાડે છે તેનાથી કઈ રીતે બચી શકાય તે સમજાવતી રમતો રમાડાઇ હતી. રમતોમાં મેંગોપીપલ પરીવારના બાળકોએ ભાગ લઇ બાળકો પહેલી વખત માઈકમાં બોલતા જોવા મળ્યા હતાં. લુક એન્ડ લર્ન રોયલપાર્ક તરફથી મેંગોપીપલ પરીવારના બાળકોને પૌષ્ટિક નાસ્તો, અભ્યાસ ઉપયોગી ગિફ્ટ આપવામાં આવી હતી. મેંગોપીપલના મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ, લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામ રોયલપાર્ક સેન્ટર 6ના બધા જ દીદી, સંચાલકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...