જામનગરમાં ઝુલેલાલ મંદિર-ચેટીચાંદ ઉત્સવ કમિટી દ્વારા ચેટીચાંદ ઉત્સવનું આયોજન કરાયું
જામનગર: શહેરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઝુલેલાલ મંદિરમાં ચેટીચાંદ ઉત્સવનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના જન્મોત્સવનું આયોજન તા. 6ના કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યે બાઇક રેલી સાધના કોલોનીથી નિકળશે તથા 10 વાગ્યે યજ્ઞોપવિત, 11 વાગ્યે સિંધી લાડા, 12 વાગ્યે મહાપ્રસાદ અને બપોરે 3 વાગ્યે શાેભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પરમાનંદભાઇ ખટ્ટર, ઓધવદાસ ભુગડોમલ સહિતના સમાજના આગેવાનો, હોદેદારો તથા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભગવાનદાસ એસ. ભોલાણી, મનિષ રોહેરા, પ્યારેલાલ જી. રાજપાલ, હરેશ બી. ગનવાણી, પરસોતમ ટી. ગોકલાણી, મુકેશ જી. લાલવાણી, મુકેશ જે. ગલાણી, દિનેશ જી. ચંદન, કિશનચંદ પોકરદાસ, ભગવાનદાસ ડી. તુલસ્યાણી, અનિલકુમાર મંગલાણી, આશિષભાઇ આર. કાંનજીયાણી સહિત કાર્યકરો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.