તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાળા અને ચોમાસાની ઋતુને લીધે લાખોટા મ્યુઝિયમના સમયમાં ફેરફાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના રણમલ તળાવની મધ્યમાં આવેલ લાખોટા કોઠા મ્યુઝીયમમાં રાત્રિના લાઇટિંગ સમયમાં મ્યુઝીયમ તથા કલાત્મક નમૂનાઓને શહેરીજનો આહલાદક રીતે નિહાળી શકે તે માટે મુલાકાતીઓના પ્રવેશ માટે તંત્ર દ્વારા સમયમાં ફેરફાર કરી નવો સમય ઉનાળું અને ચોમાસાની ઋતુ દરમિયાન 15 થી 31 ઓક્ટો. સુધી બપોરના 1 થી રાત્રીના 9 સુધી તથા નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળા ઋતુ માટે બપોરના 12 થી 8 સુધી રખાયો છે, તળાવની પાળે આવેલા સંગ્રહાલયનો તંત્ર દ્વારા હાલ ઉનાળો અને ચોમાસની ઋતુને ધ્યાને લઇ નિહાળી શકે તે માટે સમયમાં ફેરફાર કરાયાે છે. જેમાં મ્યુઝીયમ બંધ થવાના એક કલાક પહેલા ટીકીટ બારી, પ્રવેશ બંધ કરાશે અને મ્યુઝીકલ ફાઉન્ટેનનો નવો સમય શુક્રવાર, શનિવાર, રવિવાર, જાહેર રજાના દિવસોમાં રાત્રીના 8 થી 8.30, લાઇટ એન્ડ સાઉન્ડ શો નિ:શુલ્કનો નવેા સમય શનિવાર, રવિવાર તથા રજાના દિવસોમાં રાત્રીના 9.15 થી 9.45 રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...