Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલારમાં રંગોત્સવની ઉજવણી: અબિલ ગુલાલની છોળો વચ્ચે યૌવન હિલોળે ચડ્યું
જામનગર સહિત દેશભરમાં હોળી-ધૂળેટીની ઉમંગભેર ઉજવી કરવામાં આવી હતી અને ધૂળેટીમાં યૌવનધન રંગે રંગાયું હતું. જામનગરના ભોઈવાડામાં હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઉમંગ ઉત્સાહના પર્વ ધૂળેટીની દ્વારકા, જામનગર ખંભાળિયા તેમજ બાલાચડીના દરિયા કિનારે લોકોએ ઉમંગ-ઉત્સાહપૂર્વક ઉજવણી કરી આનંદ માણ્યો હતો.ધુળેટીના દિવસે લોકો સવારથી જ રંગોની ઉજવણીભર્યા માહોલમાં લોકો રંગે રમતા જોવા મળ્યા હતાં.વહેલી સવારથી જ ઘેરૈયાઓની ટોળીએ હાથમાં વિવિધ રંગો સાથે નિકળી પડ્યા હતાં.રંગભીના પર્વની યુવાનો,વૃધ્ધો તેમજ અબાલ-વૃધ્ધ સૌ કોઇએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.તેમજ ખંભાળિયા શહેરમાં નારી શક્તિ ગૃપનું ધૂળેટી પર્વ રંગતનું આયોજન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.આમ હાલારમાં સૌ કોઇએ એક બીજાને કલર વડે રંગી રંગોત્સવના પર્વ ધૂળેટીની મોજ મસ્તીથી ઉજવણી કરી હતી.
જામનગર
ખંભાળિયા