તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૂલનમિલ સીઆરસીમાં કલા ઉત્સવ-2019ની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા. 26ના જિલ્લા શિક્ષણ, તાલીમભવન, બી.આર.સી ભવન જામનગર પ્રેરિત સી.આર.સી વુલનમિલની પેટા શાળાઓનો 150મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે સી.આર.સી કક્ષાના ક્લાઉત્સવનું આયોજન વુલનમિલ કન્યા તાલુકા શાળામાં કરાતા કુલ 4 સ્પર્ધાઓનું આયોજનમાં ચિત્રસ્પર્ધા, બાળ કાવ્યલેખન સ્પર્ધા, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી અને કુલ 28 બાળ કલાકારોએ ભાગ લીધો, 11 શિક્ષકોએ હાજરી આપી હતી. તમામ સ્પર્ધામાં સારૂ પરફોર્મન્સ કરતા દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળ કલાકારોને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરાયેેલ રોકડ સ્વરૂપે ઇનામ, ભાગ લીધેલ બાળકલાકારોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટનું વિતરણ સી.આર.સી કો. ઓર્ડીનેટર સંજયભાઈ પટેલ દ્વારા કરાયું. કાર્યક્રમને સફળ બનાવવામાં સંજયભાઈ પટેલ, તાલુકા શાળા આચાર્ય રાજેશભાઈ બારોટ, મહેશભાઇ રાઠોડ, પેટા શાળાના આચાર્ય, શિક્ષકાેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...