તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન.. તમને કોઇ જોઇ રહ્યું છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં મોટા ભાગના મુખ્ય વિસ્તારો સહીતના માર્ગોને આવરી લેતા જુદા જુદા પોઇન્ટ પર મુકવામાં આવેલા 325 જેટલા સીસીટીવી કેમેરાઓ શનિવારથી કાર્યરત કરાયા છે.કેન્દ્રીગ ગૃહમંત્રીના હસ્તે આ પ્રોજેકટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.જયારે ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહનચાલકોને ઉપરથી ગાઇડલાઇન આવ્યા બાદ ઇ મેમો ફટકારવાની કામગીરી પણ કરાશે.

જામનગર સહીત રાજયભરના 41 શહેરોમાં શનિવારથી સીસીટીવી પ્રોજેકટનો પ્રારંભ થયો છે.જામનગરમાં પણ તમામ મુખ્ય વિસ્તારો ઉપરાંત જુદા જુદા આંતરીક માર્ગો પર લગભગ 325 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે સીસીટીવી કેમેરા શનિવારથી કાર્યરત કરવામાં આવ્યા છે.આ તમામ કેમેરાઓનુ મોનીટરીંગ કરવા માટે પોલીસ ભવન પાછળ કમાન્ડ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.જેમાં તમામ સીસીટીવી કેમેરાઓનુ રેકોર્ડીંગ થશે જે નિષ્ણાંત પોલીસ ટુકડીની સતત નજર હેઠળ રહેશે.તમામ કેમેરાનુ મોનીટરીંગ કરતી પોલીસ ટુકડી કંટ્રોલરૂમ,જે તે પોલીસ ડીવીઝનો, પેટ્રોલિંગ ટીમોને સંબંધિત વિસ્તારોમાં થતી ગતિવિધિઓની જાણકારી આપતી રહેશે.જેના કારણે ગુન્હાહિત પ્રવૃતિઓ પણ અંકુશ લાદવામાં મદદ મળશે.જયારે ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં પણ કેમેરા મદદરૂપ બની શકશે.

જામનગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને ઉપરથી સુચના મુજબ ગાઇડલાઇન આવ્યા બાદ ઇ મેમો આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.જામનગરના મોટા ભાગના વિસ્તારોને આવરી લેતા આ સીસીટીવી પ્રોજેકટના પ્રારંભ સાથે જ હવે શહેરમાં તિસરી આંખની બાજનજર રહેશે.

રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કંટ્રોલરૂમમાં કોઇપણ ગતિવિધિ નજર બહાર નહીં રહે.

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
જામનગરમાં આરટીઓ અને ટ્રાફીક પોલીસ દ્વારા શનિવારના 31 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. તળાવની પાળે આરટીઓ કચેરી પાસે માર્ગ સલામતી સપ્તાહના પ્રારંભે ટ્રાફીક નિયમોની માહિતી આપતું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર ડીવાયએસપી એ.પી.જાડેજા, ઇન્ચાર્જ આરટીઓ જે.જે.ચૌઘરી, ટ્રાફીક પીઆઇ એસ.એચ.રાઠવા સહિતના અધિકારીઓએ ટ્રાફીક નિયમોની જાણકારી આપી હતી.આ તકે શહેરની જુદી જુદી સંસ્થાના હોદેદારો, શહેરીજનો અને શાળાના વિધાર્થીઓ હાજર રહ્યા હતાં.

જામનગરમાં હવે તિસરી આંખની રહેશે બાજનજર, સીસીટીવી કેમેરા કાર્યરત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો