તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં વિક્રેતાઓ પાસેથી પ્લાસ્ટિક જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા શહેરમાં પોલીસ અને પાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અને જાહેર માર્ગો પર અડચણશરૂપ લારીઓ હોય તેને હટાવાઇ છે. તેમજ પાથરણાવાળાઓને ખસેડવામાં આવી રહ્યા છે.અને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

બીજા દિવસે પાલિકાના કર્મચારીઓ અને પોલીસે શહેરમાં પ્લાસ્ટીકનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતાં. પ્લાસ્ટીકનું વેચાણ કરતા વિક્રેતાઓ પાસેથે 5 કિલો જેટલું પ્લાસ્ટીક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...