તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર કિલો ચરસ મંગાવનાર આરોપીની જામીન અરજી રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ચાર કીલો ચરસ મંગાવનાર આરોપીની જામીન અરજી અદાલતે રદ કરી છે.

જામનગર સુભાષ શાક માર્કેટ પાસેથી 31-8-2018 ના અમદાવાદ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોએ બાતમીના અધારે દરોડો પાડી ચરસની ડીલેવરી કરવા આવેલા અરૂણ માંજેરકરને ચાર કીલો ચરસના જથ્થા સાથે પકડી પાડયો હતો.ત્યારબાદ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ અરૂણની કરેલી પૂછપરછમાં ચરસનો જથ્થો જામનગરના મામદ અલીમામદને આપવા જતા હોવાની કબૂલાત આપી હતી.આથી એનસીબીએ મામદ અલીમામદની પૂછપરછ કરતા તેમણે ચરસનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત આપતા તેની પણ ધરપકડ કરી હતી.આથી મામદે સેશન્સ અદાલતમાં જામીન અરજી કરી હતી.જે ચાલી જતાં એડી.પી.પી.રાજેશભાઇ રાવલે આરોપી મામદે ચરસનો જથ્થો મંગાવ્યાની કબૂલાત આપી છે પુરાવા તરીકે ગ્રાહ્ય હોવાની રજૂઆત કરી હતી.જે ધ્યાને લઇ ન્યાયાધીશ ટી.વી.જોશીએ આરોપી મામદની જામીન અરજી રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...