તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપાવલીના વિનામૂલ્યે દીવા દાન કરી ગરીબોના ઘરમાં પ્રકાશ પાથરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સેવાકીય કાર્યો કરતી સ્માઇલી ફાઉન્ડેશન સંસ્થા દ્રારા સતત બીજા વર્ષે દિપાવલીના વિનામૂલ્યે દીવાનું વિતરણ કરી ગરીબ લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું સ્તુત્ય કાર્ય કરવામાં આવશે.સંસ્થા દ્રારા ચાલો દીવાનું દાન કરીએ પ્રોજેકટ અંતર્ગત શહેરના પછાત વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તૈયાર દિવડા નિ:શુલ્ક આપવામાં આવશે. જામનગરમાં સમાજપયોગી અને સેવાકીય કાર્યો કરતી સ્માઇલી ફાઉન્ડેશન દ્રારા દિપાવલીની અનોખી ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત શહેરના પછાત વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તૈયાર દિવડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.ગત વર્ષથી આ સેવાયજ્ઞની શરૂઆત થઇ છે જે આ વર્ષે પણ યથાવત રહેશે.તવંગરના ધેર ધી ના દીવડા બળે અને ગરીબના ધરમાં તેલનું ટીપું દોયલું કહેવતની જેમ દિપાવલીના ગરીબ અને જરૂરિયાતમંદ લોકના દીલમાં દીવો પ્રગટાવી પ્રકાશ પાથરવા શરૂ થયેલા આ સેવાયજ્ઞ અંતર્ગત દિપાવલીના બે દિવસ પહેલાં સંસ્થા હોદેદારો અને કાર્યકરો દ્રારા શહેરના પછાત વિસ્તારોમાં રહેતા લોકોને તૈયાર દિવડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.ત્યારબાદ દિવાળીના દિવસે સંસ્થાના હોદેદારો અને કાર્યકરો દ્રારા ગરીબ પરિવારો સાથે આ દિવડા પ્રગટાવી દિપાવલીની ઉજવણી કરવામાં આવે છે.આ સેવાયજ્ઞને સફળ બનાવવા ડો.નેહાબેન આચાર્ય,ધારાબેન પુરોહીત,પરિમલભાઇ ભટ્ટ સહયોગ આપી રહ્યા છે.

બીજાના દિલમાં દીવો પ્રગટાવી દીપાવલીની ઉજવણીનો હેતુ
ચાલો દીવાનું દાન કરીએ તે પ્રોજેકટનો હેતુ બીજાના દીલમાં દીવો પ્રગટાવી જીવન પ્રકાશમય બનાવી દિપાવલીની ઉજવણી કરવાનો છે.આથી આ કાર્યમાં સંસ્થાઓને દીવાનું અનુદાન કરવા અનુરોધ છે.દીવા ડોનેશન માટેનું કલેકશન સેન્ટર ડો.નેહાબેન આચાર્ય, વધામણી હોસ્પિટલ,22-દિ.પ્લોટમાં રાખવામાં આવ્યું છે.તાજેતરમાં 70 દીવા સરકારી શાળામાં પ્રોજેકટ માટે વિનામૂલ્યે આપવામાં આવ્યા હતાં. રસીદ ચાકી, સ્માઇલી ફાઉન્ડેશન પ્રમુખ

ગતવર્ષે 1000 દીવડાનું ફ્રી વિતરણ
સ્માઇલી ફાઉન્ડેશન દ્રારા ગત વર્ષે 1000 થી વધુ તૈયાર દિવડાનું નિ:શુલ્ક વિતરણ ગરીબ લોકોને કરવામાં આવ્યું હતું.આટલું જ નહીં સંસ્થા દ્રારા દિવડાની સાથે બાકસ પણ આપવામાં આવે છે.વળી આ દિવડા દિપાવલી બાદ પણ લોકો ઉપયોગમાં લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...