તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર એસટી બસ સ્ટેશનમાં એસટી બસ સ્ટેશનમાં જયાથી બસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર એસટી બસ સ્ટેશનમાં એસટી બસ સ્ટેશનમાં જયાથી બસ અંદર આવે અને જયાં નિકળે તે ગેઇટ પાસે પ્રતિબંધિત વિસ્તારમાં વાહનોના અડીંગા હોવાથી બસને નિકળવામાં અને મુસાફરોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને ડેપોમાં પાર્કિગ વ્યવસ્થા તંત્ર દ્વારા ફાળવવામાં આવી હોવા છતાં પણ મોટાભાગના લોકો દ્વારા મનફાવે તે રીતે પ્રતિબંધિત ગેઇટ વિસ્તારમાં વાહનોના ખડકલા કરી દેવામાં આવતા હોય છે. જેથી બસને આવાગમન કરવામાં અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. આ ગેઇટ વિસ્તારમાં ખાનગી વાહનાેને પ્રવેશ બંધી હોવા છતાં મોટાભાગના વાહન ચાલકોની અવર-જવર રહેતી હોય છે. જેને કારણે બસને નિકળવામાં તથા બસના સ્ટોપ માટે ઉભી રાખવામાં અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. ગેઇટ પાસે સિકયુરીટી ગાર્ડ ન હાેવાથી વાહનોના અડીંગાઓ જોવા મળી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...