તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિ દ્વારકા સિવિલ હોસ્પિટલમાં 75 લાખના ખર્ચે અદ્યતન ડાયાલિસીસ સેન્ટરનું નિર્માણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં કરોડોના ખર્ચે સીવીલ હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે હોસ્પીટલમાં કીડનીના દર્દિઓની સુખાકારી માટે સીવીલ હોસ્પિટલ ખાતે IKDRC(ઇન્ડીયન કીડની ડાયાલીસીસ રીસર્ચ સેન્ટર)કીડની ડાયાલીસીસ સેન્ટર કાર્યરત કરી દર્દિઓ માટે ખુલ્લુ મુકાયું છે.75 લાખના ખર્ચે આધુનિક સુવિધાસભર પાંચ બેડનું યુનીટ બનાવવામાં આવ્યું છે.ગુજરાત ડાયાલીસીસ સેન્ટર દ્વારા ગુજરાતમાં આ 51મું ડાયાલીસીસ સેન્ટર દ્વારકાને ફાળવવામાં આવ્યુ છે.સરકારી હોસ્પીટલમાં કીડનીના દર્દોઓને વિનામુલ્યે ડાયાલીસીસની સુવિધા આપવામાં આવશે.ડાયાલીસીસ સેન્ટરથી દ્વારકા પંથકના દર્દીઓને હવે કીડનીની સારવાર માટે જામનગરના ધક્કામાંથી મુક્તિ મળશે. દ્વારકા સરકારી હોસ્પીટલમાં ડાયાલીસીસ સેન્ટર કાર્યરત થતા જીલ્લા ભરના કીડનીના દર્દીઓને હોસ્પીટલ આશીર્વાદ સમાન બની છે.અત્યાર સુધી કીડનીના દર્દીઓને સારવાર માટે ખંભાળીયા અથવા જામનગર સુધી લંબાવવું પડતું હતુ.પરંતુ દ્વારકા ખાતે સુવિધા શરૂ થતા કીડની દર્દીઓને હવે સારવાર સ્થાનિક કક્ષાએ જ મળી રહેશે.દ્વારકાના આસપાસના 40 જેટલા ગ્રામ્ય પંથકના લોકોને જો કીડનીની તકલીફ હોય તો તાત્કાલીક સારવાર માટે ખંભાળિયા અને જામનગર જવું પડતું હતું.દ્વારકામાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સરકારી હોસ્પીટલમાં ડાયાલીસીસીની સુવિધા ન હતી.આખરે 75 લાખના ખર્ચે હોસ્પીટલમાં સરકાર દ્વારા 5 બેડની વ્યવસ્થા ધરાવતા ડાયાલીસીસ સેન્ટરનું નિર્માણ કરાતા દર્દીઓને રાહત થઇ છે.

દરરોજ દશ જેટલા દર્દીઓને ડાયાલિસીસની સુવિધા મળશે
દ્વારકા સીવીલ હોસ્પીટલમાં 5 બેડની ક્ષમતા ધરાવતા ડાયાલીસીસ સેન્ટનરમાં સવારે પાંચ અને બપોર પછી પાંચ મળી એમ દિવસમાં 10 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવશે.સાથે સાથે સેન્ટરમાં કીડનીના દર્દીઓને શુધ્ધ પાણીની જરૂરીયાત હોવાથી આરઓ પ્લાન્ટ કાર્યરત છે.જેમાંથી શુધ્ધ પાણી પણ મળી રહેશે. જયેશ પંડ્યા,ડાયાલીસીસ ટેકનીશીયન

અન્ય સમાચારો પણ છે...