તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરતમંદ ગરીબ લોકોને ધાબળા વિતરણ કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરમાં જનસેવા ફાઉન્ડેશન દ્વારા ફુટપાથ, માર્ગો પર ખુલ્લામાં પડ્યા-પાથર્યા રહેતા જરૂરતમંદ ગરીબ લોકો માટે ધાબળા વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં બાલા હનુમાન મંદિર, ભીડભંજન મહાદેવ મંદીર તળાવની પાળ વિસ્તારમા જઇ વિતરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજા, પ્રદિપસિંહ વાળા, અશોકસિંહ વાળાએ સંભાળ્યું હતું અને વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપવા માટે જનસેવા ફાઉન્ડેશન શહેર, જીલ્લા અને તાલુકાના હોદે્દારો પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, પ્રવક્તાઓ તથા મોટી સંખ્યામાં મહીલા આગેવાન બહેનોએ અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...