રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ખુદ શાસકપક્ષ ભાજપના નગરસેવકે આવેદન આપવું પડ્યું

Jamnagar News - bjp39s municipal corporation has to issue an application to remove stray cattle 024022

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:40 AM IST
જામનગરના વોર્ડ નં.7 ના ભાજપના નગરસેવક અને સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન મેરામણ ભાટુએ શનિવારે રહેવાસીઓ સાથે રખડતા ઢોરના ત્રાસ મુદે મેયર અને કમિશ્નરને આવેદન પાઠવ્યું હતું. જેમાં વોર્ડ નં.7 માં એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં શકિત સોસાયટી, પ્રવીણદાઢીની વાડી વિસ્તારમાં રખડતા ઢોરનો એટલો બધો ત્રાસ છે કે બાળકો, વૃધ્ધો ગમે ત્યારે ઢોરની ઢીંકનો ભોગ બને છે. પાર્કિંગ કરેલા વાહનોને પણ રખડતા ઢોર નુકશાન પહોંચાડે છે.રખડતા ઢોરના ત્રાસને કારણે શાળાએ બાળકોને તેડવા મૂકવા જતા વાલીઓ અને ધંધા-રોજગાર પર જતાં લોકો ભયની લાગણી અનુભવી રહ્યા છે. એમ્યુઝમેન્ટ પાર્કની ફરતે રખડતા ઢોરના કારણે થતી ગંદકીને કારણે ચાલવાનું મુશ્કેલ બન્યું છે. આ બાબતે અવારનવાર સ્ટેન્ડીંગ કમીટીમાં ચર્ચા કરી છે.પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી.આથી આ વિસ્તારમાંથી તાકીદે રખડતા ઢોરને પકડી મનપાના ડબ્બામાં લઇ જવા,જાહેર રોડ પર થતું ઘાસ વેચાણ બંધ કરાવવા માંગણી કરી છે. જો સમસ્યા ત્રણ-ચાર દિવસમાં પગલાં નહીં લેવાય તો આશ્ચર્યજનક કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી છે.

X
Jamnagar News - bjp39s municipal corporation has to issue an application to remove stray cattle 024022
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી