પિતૃ પક્ષના મોક્ષાર્થે દ્વારકામાં ભાગવત સપ્તાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દ્વારકા શારદાપીઠ પરિસરમાં સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સમગ્ર સોની સમાજના પિતૃ મોક્ષાર્થે યોજાયેલ ભક્તિ, શ્રદ્ધા, સેવાયજ્ઞ અને શ્રાદ્ધ પક્ષના ત્રિવેણી સંગમમાં દેશ-વિદેશનો સોની સમાજ ધર્મલાભ લઇ રહ્યો છે. ભાગવત સપ્તાહના પ્રારંભે શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો શુભારંભ કરવામાં અાવ્યો હતો. દુબઈના નરેન્દ્રભાઈ ઘઘડા, તરુણભાઇ સાગર, મુંબઈના બાબુભાઇ, વિનુભાઈ, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, ઉના તથા દેવભૂમિ દ્વારકાનો સોની સમાજ ઉપસ્થિત છે. વ્યાસપીઠ પર જૂનાગઢના ઈશ્વરચંદ વ્યાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સમગ્ર દ્વારકા તાલુકાના સોની સમાજના આગેવાનો તથા કાર્યકરોની જહેમતથી આ સેવા કાર્ય યોજાયું છે.

અન્ય સમાચારો પણ છે...