તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કલા ઉત્સવ પાછળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કલા ઉત્સવ પાછળ ધૂમ ખર્ચા કરી શિક્ષણ પાછળ ખૂબ ચિંતિત હોવાનો દેખાડો કરી રહી છે.પરંતુ હકિકતમાં પ્રાથમિક શિક્ષણ અધોગતિ તરફ ધકેલાઇ રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.આજે પણ એવી સરકારી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને બેસવા પૂરતા ઓરડા પણ નથી.જામનગર જિલ્લાની જોડિયા સરકારી હાઇસ્કુલનું બિલ્ડીંગ અતિ જર્જરિત બન્યું છે.ભંગાર બિલ્ડીંગની છતમાં ખિલાસળી બહાર આવી ગઇ છે.છતા પણ તે તંત્રને ધ્યાને આવી ન હોય તેવો ઘાટ સર્જાયો છે.બાળકોને મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

રાજ્ય સરકાર દ્વારા મોટા મોટા ઉત્સવો કરીને કરોડોના ધૂમાડા કરાઇ છે.રાજ્યમાં મોડેલ સ્કુલના દાવા પણ પોકળ સાબિત થઇ રહ્યા છે.જામનગરની જોડિયામાં આવેલ સરકારી કે.ડી.વી હાઇસ્કુલ વર્ષ 2003માં નિર્માણ પામી હતી.જે હાલની સ્થિતિએ શાળા અતિ જર્જરિત બની છે.અને વિદ્યાર્થીઓ ભયના ઓથાળ હેઠળ અભ્યાસ કરે છે.શાળામાં કુલ 20 ઓરડા આવેલા છે.ધો 9 થી 12માં 110 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.16 વર્ષ જુની શાળાનું બિલ્ડીંગ એટલું જર્જરિત બન્યું કે પોપડા પડી રહ્યા છે.તેમજ ખિલાસળી પણ બહાર આવી જતા અકસ્માતના ભયે બાળકોને ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે.જુ ખુબ જ દયનિય છે.જીવના જોખમે અભ્યાસ કરતા બાળકો કે શિક્ષકો પર કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે પહેલા વહેલી તકે રિપેરિંગ કે નવું બિલ્ડીંગ બનવવા સરકારના લગત વિભાગે તસ્દી લેેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...