જામનગરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ કરાયો

Jamnagar News - ban on plastic items in jamnagar 063517

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
વર્ષ 2022 સુધીમાં દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરમાં પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ૫ર પ્રતિબંધ લાદતું જાહેરનામુ જામનગર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે બહાર પાડવામાં આવેલ પ્રતિબંધાત્મક આદેશો અનુસાર શહેરની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરી, સહકારી, ખાનગી સંસ્થાઓના તમામ કાર્યક્રમો, ધંધાકીય વિસ્તારો, સામાજિક પ્રવૃત્તિના સ્થળે વપરાતા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ કર્યો છે. જેનો ભંગ કરનાર સાથે જીપીએમસી એક્ટ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરાશે.

પ્લાસ્ટિક કેરી બેગ, થર્મોકોલના થાળી વાટકા, ગ્લાસ, કપ, ચમચી, ઠંડાપીણાની બોટલ , ઝંડા, ફોલ્ડર્સ અને પ્લાસ્ટિક ચાની પ્યાલી, પાનપીસ વગેરેનો આ યાદીમાં સમાવેશ થાય છે અને તેનો ઉપયોગ થઈ શકશે નહીં.

X
Jamnagar News - ban on plastic items in jamnagar 063517
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી