તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ખોખારો ખાવા પ્રશ્ને બોલાચાલીમાં યુવાન પર હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાન સહીત પરીવાર પર તલવાર-લાકડી વડે હુમલો કરી ઇજા કર્યાની ફરીયાદ મહિલા સહીત ચાર શખ્સો સામે નોંધાઇ છે.ઘર પાસે તરૂણે ખોખારો ખાતા બબાલ બાદ સમાધાન થયુ હતુ જોકે બાદમાં ફરી માથાકુટ કરતા સમજાવવા જવાથી ચારેએ આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરી ખાતે રહેતા કેશુભાઇ કારાભાઇ ગોહિલ નામના યુવાને પોતાના તથા બે પરીજન પર તલવાર અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ફરીયાદ ગીતાબેન ભગવાનજીભાઇ સુરેલા, ભાણજીભાઇ જેઠાભાઇ સુરેલા, મયુર ભગવાનજીભાઇ અને રાહુલ ભગવાનજીભાઇ સામે નોંધાવી છે.આ હુમલામાં ઘવાયેલાને સારવાર અપાઇ હતી.

ઇજાગ્રસ્ત યુવાનનો પુત્ર ઘર બહાર બેઠો હતો ત્યારે તેણે ખોખારો ખાતા સામાવાળા મહિલાએ માથાકુટ કરી હતી જે મામલે સમાધાન પણ કરી લીધુ હતુ.ત્યારબાદ ભોગગ્રસ્ત યુવાને પાન ખાવા જતા ફરી તેની સાથે મયુરએ માથાકુટ કરી હતી.આ મામલે યુવાન સહીતના ઘરે સમજાવવા જતા ચારેયએ એકસંપ કરી આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે.પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો