તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાળિયેરીની ખેતીમાં ખેડૂતોને મળવાપાત્ર સહાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | નાળિયેરીની ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોને જણાવવાનુ કે, ચાલુ વર્ષે 1 હેક્ટર વાવેતરની મર્યાદામાં હાઈબ્રીડ નાળીયેરીના 7.5 X 7.5 મીટર અંતરે વાવેતર કરેલ વધુમાં વધુ 200 રોપાઓની મર્યાદામાં ખરીદ કરેલ પ્લાન્ટીંગ મટીરીયલ(રોપાઓ)માં 90% સહાય અથવા મહત્તમ રૂા.11,700ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા. 30 સુધી ખુલ્લા મુકવામાં આવેલ ઓનલાઇન આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી અરજીની પ્રિન્ટ આઉટ નકલ, 7-12, 8-અ, જાતીના દાખલા, આધારકાર્ડ,રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળ, સુભાષ પુલ પાસેનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...