તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે.

જેના ભાગરૂપે શહેરના એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જામનગર જિલ્લા કક્ષાએ શુભારંભ કરવામાં આવ્યો હતો અને ખેડૂતો અને ગામના લોકોને તેમના ગામોમાં યોજાતી ગ્રામસભાઓમાં ભાગ લેવા સાંસદે આહવાન કર્યુ હતું.

સત્તાવાર સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હેતુ ખેડૂતોને ખેત સામગ્રીની ખરીદી માટે નાણાંકિય જરૂરીયાત પુરી પાડવાનો છે. જેથી ખેડૂતો તેઓના પાકનું સંરક્ષણ કરી શકે અને પૂરતું ઉત્પાદન મેળવી વર્ષના અંતે સુનિશ્ચિત આવક મેળવી શકે. આ યોજનામાં એક જ ખાતામાં જેટલા કુટુંબો આવતા હોય તેવા દરેક ખેડૂત કુટુંબોને લાભ મળશે અને દરેક ખેડૂત કુટુંબને ચાર માસના ગાળાના ત્રણ સરખા હપ્તાથી દર વર્ષે કુલ રૂા. 6 હજારની રકમ દરેક ખેડૂત કુટુંબના બેંક ખાતામાં સીધા ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી જમા કરવામાં આવશે.

જેમા પહેલા હપ્તા તરીકે 1 ડીસેમ્બર 2018 થી 31 માર્ચ 2019 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી કિસાન સન્માન હેઠળ સહાય આપવાની યોજના અમલી કરી છે.

ઉપરાંત કલેકટર રવિશંકરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં બધા ખેડૂતોની ચિંતા કરતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી.

જે યોજનાને ખરા અર્થમાં સાર્થક કરવા માટે વહિવટી તંત્રના અધિકારી તથા કર્મચારીઓએ સતત ખડેપગે રહીને 70480 ખેડૂતોને જામનગર જિલ્લામાં યોજનામાં રાજય અને કેન્દ્ર સરકારના સતત માર્ગદર્શનથી આવરી લેવામાં આવ્યા છે અને વડાપ્રધાનના ગોરખપુર, ઉતરપ્રદેશના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું અને તે પહેલા વડાપ્રધાનની મન કી બાતનું બાયસેગ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. જે ઉપસ્થિત ખેડૂતોએ વિશાળ સ્ક્રિન પર નિહાળ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, પ્રાંત અધિકારી સોલંકી, ચૌધરી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ કાલાવડીયા, ચિરાગ કરકર, પેથાણી તથા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો