દલિત સમાજ પર અત્યાચારના વિરોધમાં જામનગરમાં આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં રાજસ્થાનના અલવર જિલ્લાના થાનગંજમાં દલિત રણિતા પર સામૂહિક દુષ્કર્મ,ગુજરાતના મહેસાણા જિલ્લાના લ્હોર ગામે દલિત યુવાનના લગ્નનો વરધોડો કાઢતા દલિતોનો સામાજીક બહિષ્કાર, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લખતર ગામે દલિત સમાજ દ્વારા 14 એપ્રિલના યોજાયેલી ડો. બાબા સાહેબ આંબેડકરની રેલીમાં અડચણ ઉભી કરવા સહીતના બનાવના વિરોધમાં સોમવારે જામનગર શહેર-જિલ્લા અનુસૂચિત જાતિ સમૂહ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેમાં દલિત સમાજ પર થયેલા અત્યાચારના બનાવોમાં તાકીદે કસૂરવારો સામે પગલાં લેવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...